call us +91 2625 256 023
location Kachhal - Mahuva
sunday closed 9:00 to 16:00

NSS

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાછલ સામુહિક સેવા ધારા વાર્ષિક અહેવાલ ૨૦૧૬-૨૦૧૭ પ્રસ્તાવના :- સરકારી વિનયન અને વાણિજય કોલેજ કાછલમાં શેક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ,જેમાં દત્તક ગામ મુલાકાત,જિલ્લા લેવલ વર્કશોપ,આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી,એન.એસ.એસ.ઓરીએન્ટેશન કેમ્પ મતદાતા જાગૃતિ અભિયાન,કેમ્પસ એમ્બેસેટરની નિમણુક,સ્ત્રીસશક્તિકરણ પખવાડિયાની ઉજવણી,સહકારી તાલીમ,સમાજ શિક્ષણ શિબિર,આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ,આરોગ્ય તપાસ,બહેનોની સ્વરક્ષણ તાલીમ,એઈડ્સ જાગૃતિ,વાર્ષિક કેમ્પ,વન ભોજન,દરેક સ્વયં સેવકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યા તેમજ,સામુદાયિક સેવાધારાનાં મુખ્ય ધ્યેયને ચરિતાર્થ કરવાના પ્રયાસો સ્વયંસેવકોમાં જોવા માળ્યા .આજનો યુવાન સમાજને જાણે,સમાજની સમસ્યાને ઓળખે,એ ખુબ સારી બાબત છે.જે કેમ્પની પવૃતિમાં સ્વયંસેવકોમાં જોવા માળ્યુ.જે કોલેજ માટે મોટી સિધ્ધિ ગણાવી શકાય, આમ સમગ્રવર્ષ દરમિયાન એન.એસ.એસ. ની દરેક પવૃત્તિ સારી રીતે યોજવામાં આવી અને સારા પરિણામ પણ પ્રાપ્ત કરી શક્યા.જે ફોટોગાર્ફ્સમાં પણ જોય શકાય છે. દત્તક ગામની મુલાકાત :- તા.૨૩/૦૬/૨૦૧૬ નાં રોજ કાછલ ગામની મુલાકાત કરવામાં આવી.સ્વચ્છતા,મહિલા જાગૃતિ,બેટી બચાવો,વગેરે વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી.આર્ટસ કોમર્સ અને બી.એડ કોલેજનાં સહિયારા પ્રયાસથી રેલી કરવામાં આવી.દરેક વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો અને રેલીને સફળ બનાવી. આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી :- આપની કોલેજમાં તા.૨૧/૦૬/૨૦૧૬ના રોજ આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મળી કુલ ૫૮ લોકો હાજર રહ્યા હતા “આપણું શરીર આપણું મૂડી’’ આ વાક્યને ખરા અર્થમાં અમલમાં મુકવા માટે યોગા કરવા ખુબજ જરૂરી છે.આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં મનુષ્યને શરીરરૂપી મૂડીને સાચવવા માટે આટલું કરવું જોઇએ.જો આજના કાર્યક્રમમાં જોડાયેલા દરેકમાં જોય શકાતો હતું.આમ યોગા દિનની ઉજવણી સફળ બનાવી શક્યા. એન.એસ.એસ.ઓરીએન્ટેશન :- તા-૧૮-૧૦-૨૦૧૬ થી ૨૦-૧૦-૨૦૧૬ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને એન.એસ.એસ ની સંપૂર્ણ માહિતી આપવામાંઆવી..જેમાં એન.એસ.એસ ની શરૂઆત,ધ્યેયો,સિધ્ધાંતો,પ્રતીકો,મહત્વ,વિધાર્થીના જીવનમાં અને સમાજમાં તેની ઉપયોગીતા વગેરે ઉડાણપૂર્વક સમજાવવામાં આવ્યું. કેમ્પસ એમ્બેસેટરની નિમણુંક :- તા.૧૨/૦૭/૨૦૧૬ ના રોજ કેમ્પસ એમ્બેસેટરની નિમણુંક કરવામાં આવી અને મતદાન જાગૃતિ અભિયાન કામગીરી સોપવામાં આવી. એઈડ્સ જાગૃતિ:- તા-૧-૧૨-૨૦૧૬ નારોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી નિમિતે વિધાર્થીઓને એઈડ્સ અને ટી.બી.વિશે વિગતે જાણકારી આપવામાં આવી હતી.જેમાં કુલ ૭૧ વિધાર્થીઓ હાજર રહ્યા હતા. તા-૨૦/૧૨/૨૦૧૬ મહિલા સુરક્ષાની તાલીમ ૭૦ બહેનો ને આપવામા આવી. આરોગ્ય તપાસ :- પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની આરોગ્ય તપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરચેલીયાના સહયોગથી તા.૦૫/૦૧/૨૦૧૭ નાં રોજ રાખવામાં આવી.જેમાં ૨૪ ભાઈઓ અને ૮૪ જેટલી બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી.આરોગ્ય કોઇ ખાસ સમસ્યા વિધાર્થીઓમાં જોવા મળી ન હતી વાર્ષિક કેમ્પ:- તા.૨૨/૧૦/૨૦૧૬ થી ૨૭/૧૦/૨૦૧૬ દરમ્યાન સણવલ્લા આશ્રમશાળામાં વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ,જેમાં ૧૦૦ સ્વયં સેવકો જોડાયા હતા.કેમ્પમાં યોગા.સ્વચ્છતા,વૃક્ષ જતન,ગામમાં વ્યસન મુક્તિ રેલી,સ્વ મુલ્યાંકન, વગેરે પવૃત્તિ હાથ ધરવામાં આવી.દરેક સ્વયં સેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો.છેલ્લા દિવસે તિથલ પ્રવાસ કરેલ હ્તો.  તા-૩/૧/૨૦૧૭ ના રોજ કેશલેસ અવેરનેસ કાર્યક્રમ યોજ્વામા આવ્યો. જેમા ૧૦૪ બહેનો, ૨૧ ભાઇઓ હાજર રહ્યા હતા.  તા-૨૯,૩૦,૩૧/૧/૨૦૧૭ ત્રણ દિવસ બે સ્વય સેવકો યુનિવસિટી મા સ્કિલ ડેવલપમેન્ટ મા ભાગ લીધો. વન ભોજન:- તા.0૬/૦૨/૨૦૧૭ નાં રોજ આપની કોલેજે પોઇચા,સરદાર સરોવર ડેમ વન ભોજનનો આયોજન કરેલ,જેમાં અધ્યાપકો અને વિધાર્થીઓ મળી ૧૨૦ સંખ્યા હાજર હતી બે ટ્રાવેલ્સ ભાડે કરીને પહોચ્યા હતા.જમવાની વ્યવસ્થા સારી હતી. સૌ પ્રથમ સુર પાણેશ્વ્રર મહાદેવના દર્શન કર્યા. સરદાર સરોવર ડેમ ની ટ્નલમાં અંદર વીજળી ઉત્પન્ન થાય છે. તે પ્રક્રિયા નીહાળી,સ્વામી નારાયણ મંદિરમાં દર્શન કર્યા. મંદિરની રમણીયતા નિહાળી. શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭મા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર કોલેજ કેમ્પસમાં અવારનવાર સ્વયંસેવકો દ્ધારા સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં દરેકે ઉત્સાહભેર ભાગ લેઈ કોલેજને સ્વચ્છ કરવાનાં સારા પ્રયત્નો કર્યા હતા.  આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ.  ૧૦/૦૨/૨૦૧૭ રક્ત પિત ,ટી.બી. બ્લડ ડોનેશન વિશે જાણકારી આપી. જેમાં ૫૮બેહનો અને ૧૬ભાઇઓ હાજર રહ્યા.  ઓધોગીક એકમની મુલાકાત:  તા-૯/૨/૨૦૧૭ નારોજ મહુવા સુગર ફેકટરી ઓધોગીક એકમની મુલાકાત ૧૨૭ વિર્ધીથી ઓ કરી ખાંડ બનાવવા માટે કાચોમાલ ક્યાંથી આવે, ખાંડ બનીને કેવી રીતે તેયાર થાય તે સમગ્ર પ્રોસેસ જોઇ.  ટ્રેનિંગ ફોર ટ્રેનર પ્રોગ્રામ  તારીખ – ૧૩/૧૨/૨૦૧૬ થી ૧૭/૧૨ ૨૦૧૬ ઓંરગાબાદમાં પ્રોગ્રામ ઓંફિસરશ્રી ડો.પી.આર.તડવીએ ટ્રેનિંગ ફોર ટ્રેનર પ્રોગ્રામ તાલીમમા ભાગ લીધો.  નિયમિત દર શનિવારે વિદ્યાર્થી ઓને કસરત અને યોગા કરાવવામાં આવેલ. જેમાં દરેક વિધર્થીઓ એ ભાગ લીધો.

Please go through the file given below.GACSC – Kachhal

For more details about the Government Arts, Commerce & Science College Kachhal & courses Feel free to call us anytime